Saturday, 10 May 2014

આંખ ખોલું તો સપનું તૂટે...............



        આંખ ખોલું  તો સપનું તૂટે...............

આંખ ખોલું  તો સપનું તૂટે અને   બંધ  કરું  તો  જગથી છૂટે.

કોઇ  સંબંધ  તૂટતા  જીવે , તો કોઇ જીવતા જીવતા તૂટે

રમત  જીવનની  સાવ  અનોખી  ,અંધ  ગણે  છતી  આંખે,

જગની  વાતો  સાંખવી  પડે ,જ્યારે કાન્હો  મુજથી  રુઠે,....................... આંખ ખોલું  તો

કોઇ  સંબંધ  વિશ્વાસનો  તો  કયાંય  વિષનો  વાસ

કોઇ  સંબંધ  માગે  એટલું  કે  આપતા આપતા ખૂટે............................ આંખ ખોલું  તો

કોઇ  સંબંધ  તો  મેઘધનુષી  તો  કોઇ  કાચિંડો   અંગે

કોઇ  બની  તલવાર  આવે  તો  કોઇ  ચડે  વળી  જંગે.......................... આંખ ખોલું  તો

શ્વાસમાં  ભરી  બેઠો  છે  બાદલ , દુનિયાથી  બચાવવા તુજને

બહાર  કાઢુ  તો જગત  લૂટે  ને  અંદર  ધરુ તો જગથી છૂટે................... આંખ ખોલું  તો

                                                                                                       -બાદલ  પંચાલ

No comments:

Post a Comment