તમારી
માતૃભાષાને તમે કેટલી ચાહો છો.......????
‘માતૃભાષા એ આંખ છે, બીજી
ભાષા એ ચશ્મા છે’......હરીભાઈ કોઠારી
એક અહેવાલ મુજબ, છેલ્લા ૫૦
વર્ષોમાં‚ ૨૫૦ થી વધુ ભાષાઓ ગુમનામ થઈ ગઈ છે! આવા
સમાચારો સાંભળીને ભાષાપ્રેમીઓને હૈયાફાળ ધ્રાસકો પડ્યો છે. ઠેર ઠેર ન્ચુઝપેપરો અને
ન્ચુઝચેનલો રાજકીય ભાષાઓ અને અંતરીયાળ ગામો ની ભાષાના મુદ્દો બનાવી ઉછાળી રહ્યા
છે. ભાષા પોતાની ઓરિજીનાલીટી ગુમાવી રહી છે. બધી જ ભાષાઓમાં ઘણે ખરે અંશે અંગ્રેજી ભાષાએ પગપસારો
કર્યો છે. ત્યારે શબ્દ, સાહિત્યના ઠેકેદાર ગણાતા લોકો ગામના મુખિયાની જેમ લાકડી
લઈને પાછળ પડી જાય છે અંગ્રેજી ભાષાની. અંગ્રેજી ભાષાની તરફ વળતા યુવાનોને જોઈ
સમાજના લોકો મોઢાં ફુલાવી રહ્યા છે. ત્યાં જ બીજી બાજુ એવો પણ સમાજ રચાઇ રહ્યો છે
જે અંગ્રેજી ભાષાની તરફેણમાં છે અને માતૃભાષાને ચીલાચાલુ સમજી એની ઉપેક્ષા કરી રહી
છે. પોતાનું ઈંગ્લિશ મિડીયમમાં ભણતું બાળક અંગ્રેજી કવિતા બોલે તો મા-બાપ ના હૈયે
આનંદના ફુવારા ઉછળે છે જાણે! “મારો દીકરો તો ચપાચપ ઈંગ્લિશ બોલે, એને ગુજરાતી કે
હિંદી/મરાઠી જેવી ભાષાઓ ના આવડે.” આવું બોલતા વડીલોની છાતી ગજગજ ફૂલે છે! ત્યારે એ
બાળક પર દયા આવે! મા-બાપની કેટલીક આદતો, તેમના રુપ,રંગ,આકાર,કેટલાક કોષ વગેરે બાળક
ને વારસામાં મળે છે તેમ માતૃભાષાની છાંટ, લહેકો, બોલી, મીઠાશ પણ તેનો DNA ટેસ્ટ
કર્યા વગર તમે ખાતરીપૂર્વક કહી શકો.
અંગ્રેજી ભાષાની લમણાંઝીંક
કરીને, તેનો વિદ્રોહ કરવાને બદલે પોતાની ભાષાની સમૃધ્ધિને માણવી જોઇએ, માતૃભાષાના
શબ્દોને માણવવા જોઇએ. એ ખાટી-મીઠી પીપરમીંટ જેવા શબ્દોની લહેજત પણ માણવી જોઇએ.
અંગ્રેજી ભાષા હવે ગ્લોબલ બની
ચૂકી છે. એ universally accepted language બની ગઇ છે. એ સત્યને તમે નકારી ન શકો અને
જો નકારવુ જ હોય તો તમારા (facebook, twitter. linked-in અને whatsapp) ના અકાઉન્ટસને
બંધ કરી દેજો.
અંગ્રેજી ભાષા રોજેરોજ નવી થતી
જાય છે. તેમાં નવા નવા શબ્દો ઉમેરાય છે. તેનુ સાહિત્ય કલ્પનાશક્તિની પેલેપાર ઝગારા
મારે છે. જ્યારે આપણી માતૃભાષાના સાહિત્યો
હજુયે એક-બે પ્રસિધ્ધ થયેલી નવલકથાના ગાવણા ગાયા કરે છે! વીતી ગયેલા કવિઓ અને ગઝલકારોનાં નામે પ્રવચનો અને મુશાયરા કરે છે અને એવી જ
ચીમળાઈ ગયેલી મનોવૃત્તિ લઈને લોકો ત્યાં બેસીને ખોટી ખોટી ‘ઇશૉદ....... ઇશૉદ’ ની બૂમો
પાડ્યા કરે છે.
પોતાની માતૃભાષામાં કંઈ રંગરોગાન
કરે એવા વિચારો લાવતા તરવરિયા યુવાનોને કોઇ ગણકારતુંય નથી અને એકની
એક વાતને વાગોળ્યા કરતા ઉપદેશિયાઓને કંકુચોખલે વધાવે છે અને પછી ભાષા મરણપથારીએ પડી છે એવા આક્રંદો કરે છે.
રોજ સુબહ ઉઠો મત.......... જાગો - એવી એડવ્હટૉઇઝ આવા લોકોને માથે ઠોકવા જેવી છે.
માતૃભાષાને યુવાનપેઢી ચાહે છે…….બેફામ અને ચિક્કાર ચાહે છે. ભલે ઈંગ્લિશ મિડીયમમાં ભણવાથી તે કદાચ
માતૃભાષા વાંચી કે લખી નથી શક્તી પણ એ માણે છે ભાષાને દિલથી. ગરબાનાં ગીતોનાં ભાવને માણીને તેઓ નવા સ્ટેપ્સ કરી શકે છે. બકા-બકી ને જન્મ
આપી શકે છે. ગુજરાતી સોંગ્સને મોડૅન ટચ આપી શકે છે. તારક મહેતાના પાત્રોને ગ્લોબલ ઊંચાઈએ
મૂકી શકે છે.
પણ શું સાહિત્યની અંદર આવતા
નવા મોજીલા તરંગોને પૂવૅગ્રહોથી ગ્રસિત સમાજ સ્વીકારવા તૈયાર છે? શું બુઠ્ઠા વિચારધારીઓ
નવા વિચારોને, નવી અંગ્રેજી મિક્સ ગુજરાતી સાહિત્યને વધાવી શકશે?જરા વાણિયાવૃત્તિને મેલીને વિચારો, તમે તમારી માતૃભાષા વિશે તમે કેટલી ચાહો છો?
-બાદલ પંચાલ
No comments:
Post a Comment