કંકાલ બની ગયા
લીલા પાન જેવા શમણા ,પાપણ તળે ઢાળીને કંકાલ બની ગયા,
આંખમા આંજેલુ કાજળ ,આંખો સમક્ષ આવી અંધાર બની ગયા,
ચોર લૂંટારાઓના સરદાર આજે , જગ સામે સરકાર બની ગયા,
મા બાપની મહત્વકાંક્ષાનું રમકડું ,આજે સંતાન બની ગયાં
અનાયાસે પાંપણ ઢળે એ તો ઘર, અને બાકીના મકાન બની ગયાં
ઠસાઠસ દુખોથી ભરેલા હૃદય , હવે દુખોના દાતાર બની ગયાં
સંબંધો મનથી સાચવ્યા એવા કે ,મન સંબંધોના વખાર બની ગયાં
વાતચીત પ઼ેમની કરતા, શબ્દો એવા વણસ્યા, કે તકરાર બની ગયાં
તારા પ઼ેમની તરસ મિટાવવા ,વરાળ બની અમે બાદલ બની ગયાં
- બાદલ પંચાલ
apratim
ReplyDelete