Friday, 22 May 2015

વિચારશૂન્ય મન



                            વિચારશૂન્ય મન
વિચારશૂન્ય મન,
અલિપ્ત શબ્દોથી, લાગણીથી, અહંકારથી.......
નિર્લેપ તારાપણાથી અને મારાપણાથી પણ.......
કોઈ સ્વપ્નના સળિયા પાછળ આંખો નહીં.....
નથી પીંજરું છતાંયે ઊડવું નહીં....
નહીં રંગ કોઈ વેદનાનાં, પીડાનાં, દુ:ખનાં....
નહીં તરંગ કોઈ આનંદના, ખુશીનાં, સુખનાં….
બધું જ હોવું ન હોવું એકસરખું
એ શું હરપળે લાગણીનાં પૂરમાં ધસી જવું?
એ શું હરપળે હરવાતમાં વિવાદે ચઢી જવું?
એ શું કરવા ઉજાગરા કોઇની પ્રતિક્ષામાં?
એ શું જીવવું સતત તિતિક્ષામાં?
નહીં યોગ તારા સંગ હજું  થોડું જીવ્યાનો,
નહીં વિયોગ તુજથી દૂર તરછોડ્યાનો,
બધું જ હોવું ન હોવું એકસરખું
                                                                      -બાદલ પંચાલ


No comments:

Post a Comment